લાખણકા ડેમ બુધેલના રહેવાસી તથા લાખણકાના ઉપસરપંચ દાનજીભાઈ કાળુભાઈ રાઠોડ પર હુમલો થયો. અગાઉ તેમણે રેશન ઓછું આપતા હોવાની અરજી મામલતદાર અને કલેક્ટર કચેરીમાં કરી હતી.જેની દાઝ રાખો રેશનની દુકાન ધરાવતા મુકેશભાઈ ઉર્ફે કાનો દાનજીભાઈ રાઠોડ અને અનિલભાઈ રણછોડભાઈ બારૈયા સહિતના લોકોએ ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં પિતા-પુત્રને ઈજા પહોંચી છે, જેમાં પિતાના પગ તથા હાથના ભાગે ગંભીર ઈજા થઈ છે જે બંને ને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા