આજે સાંજે 5:00 વાગ્યાની આસપાસ નાયબ કાર્યપાલક ઇજનેર જયદીપ લાવડીયાએ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પાંચ ડેમો વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે,મોટાભાગના ડેમો ઓવરફ્લો થઈ ચૂક્યા છે અને વધુ વરસાદ પડે તો પરિસ્થિતિ ભયજનક બને તેમ છે. જેને લઇને તંત્ર દ્વારા સૂચના અપાતાની સાથે નીચાણવાળા વિસ્તારવાસીઓએ તાત્કાલિક સલામત સ્થળે ખસી જવાની અપીલ કરવામાં આવી છે.