બીલીમોરા બંદર ખાતે આવતી કાલે થનારા ગણેશ વિસર્જન માટે સુરક્ષા અને આયોજનની સમીક્ષા ચીખલી ડિવિઝન ના ડીવાયએસપી ભગીરથસિંહ ગોહિલે સ્થળ નિરીક્ષણ કર્યું હતું સાથે ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ, પોલીસ અધિકારીઓ તથા આગેવાનોની હાજરીમાં આયોજનની ચર્ચા થઈ. વિસર્જન માટે 2 ક્રેન કાર્યરત રાખવામાં આવી છે, જ્યારે 1 ક્રેન સ્ટેન્ડબાય રહેશે. જેટી કામને કારણે બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે જેથી લોકો સુરક્ષિત અંતર જાળવી શકે.