છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવતીકાલે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવશે. બોડેલી ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર ચાચક ગામે પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે પરી સંવાદ કાર્યક્રમ ગુજરાત રાજ્યના રાજ્યપાલ યોજશે. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાશે. રાજ્યપાલની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ સાંસદ ઘારાસભ્યો સહિતના આગેવાનો જોડાશે.