જિલ્લા કલેક્ટર એન. વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા વેરાવળ તાલુકામાં સઘન તપાસ હાથ ધરાઈ હતી.વહીવટી તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરી કુલ 4 વાહનને બિનઅધિકૃત રીતે વહન બદલ અટકાયત કરવામાં આવી હતી. બિનઅધિકૃત રીતે વહન બદલ નિયમો અનુસાર રૂ.2.36 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.