સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવ્હાણે એ શહેરની મહેતા માર્કેટની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે મહેતા માર્કેટના વેપારીઓ સાથે બેઠક યોજી અને તેમના ધંધા-રોજગારને લગતી મુશ્કેલીઓ તથા પ્રાથમિક સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.