હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા ભારે વરસાદની આગાહીને લઈને બોટાદ શહેરમાં તારીખ 6-9-2025 ના સાંજે 7 કલાક સુધીમાં પડેલા 4 ઇંચ કરતાં વધુ વરસાદને કારણે બોટાદ શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી.જ્યોતિગ્રામ સર્કલ પાસે પુષ્કળ પ્રમાણમાં વરસાદના પાણી ભરાયા જેને લઇને પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો સમગ્ર બોટાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ફળી વળતા તંત્ર એક્શન મોડ માં જોવા મળ્યુ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી જ્યા પાણી ભરાયા ત્યા પોલીસ તૈનાત કરાઈ હતી