જો તમે કાર કંપનીના સર્વિસ સ્ટેશનમાં મૂકો છો તો તે કાર સર્વિસ સ્ટેશનમાં જ છે કે નહીં તેનું ધ્યાન રાખવું જરૂરી બન્યું છે. જૂનાગઢના મહિન્દ્રાના શોરૂમમાં સર્વિસ માટે મૂકેલી 19 લાખ રૂપિયાની સ્ક્રોપિયો કાર ગુમ થયાનો કારમાલિક આક્ષેપ કરતા ચકચાર મચી ગયો છે. સર્વિસમાં મૂકવામાં આવેલી કાર મેંદરડા તરફ ફરતી હોવાની માલિકને જાણ થતા તે ચોકી ઉઠ્યા હતા. જ્યારે કંપનીના સર્વિસ સ્ટેશન પર પહોંચી તપાસ કરી તો કાર મળી ન હતી.સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.