ભાદરવી પૂનમના ચંદ્રગ્રહણને પગલે સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં મધ્યાન્હ પુજન-આરતી તેમજ સાયં આરતી સહીત નિત્ય પૂજા જેમાં ગંગાજળ અભિષેક, બિલ્વપૂજા, ધ્વજાપૂજા ,સોમેશ્વર મહાપૂજન, યજ્ઞ અને રુદ્રાભિષેક,પાઠાત્મક અનુષ્ઠાન ગ્રહણ દરમીયાન બંધ રહેશે.ચંદ્રગ્રહણ દરમિયાન મંત્રજપનું વિશેષ મહાત્મ્ય માનવામાં આવે છે. સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં ગ્રહણ મોક્ષ બાદ તા.8 સપ્ટેમ્બર, 2025ના રોજ પ્રાતઃ દૈનિક પૂજા અને આરતી પુનઃપ્રારંભ થશે.