ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વડવા તલાવડી વિસ્તારમાંથી દેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લીધો, ભાવનગર નીલમબાગ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી અનુસાર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે વડવા તલાવડી વિસ્તારમાં એક ઈસમના ઘરે રેડ કરી દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો.