ખંભાત પાલિકાના સત્તાધીશોએ સ્મશાન ગૃહમાં અંતિમ ક્રિયા માટેની કીટ અને લાકડાની સુવિધા આપવાનું બંધ કરી દીધું છે અને રાજકારણની વિધિ શરૂ કરી દીધી છે.સ્મશાનગૃહમાં મૃતકોની અંતિમ ક્રિયા માટે અપાતી સુવિધા તો બંધ કરી છે પરંતુ સાથે સાથે તેનો ટોપલો ભાજપામાંથી રાજીનામાં આપનાર પાલિકાના સભ્યો પર ઢોળ્યો છે.જેના બોર્ડ પણ સ્મશાનગૃહ ખાતે લગાવવામાં આવ્યા છે.હાલ હિન્દૂ ભાઈઓને મૃતકની અંતિમ વિધિ કરવા માટે પાલિકા દ્વારા સુવિધા બંધ કરાતા હાલાકી વેઠવી પડી રહી છે.