એગ્રોનોમી વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ દ્વારા તા:૦૮ થી ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ દરમ્યાન પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ અંતર્ગત ખેડૂતો માટેનો તાલીમ કાર્યક્રમ આણંદ કૃષિ યુનિવર્સિટીના માન. કુલપતિશ્રી ડો. કે. બી. કથીરીયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.સદર તાલીમમાંજુનાગઢ જિલ્લાના વડાલ ગામના અને અમદાવાદ જીલ્લાના બોપલ ગામના પ્રાકૃતિક કૃષિમાંરસ ધરાવતા૨૩ ભાઈઓ તથા ૧૪ મહિલાઓ મળીકુલ ૩૭ખેડૂતોએઉત્સાહ ભેર ભાગ લીધો હતો.