હાલોલની સર્વોદય સોસાયટીમાં રહેતા અને સન ફાર્મામાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા મૂળ વીરપુર ગામના નિવાસી નીતિનકુમાર શ્રીમાળીએ પોતાના નિવાસ સ્થાને તા.27 ઓગસ્ટ બુધવારના રોજ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી હતી જોકે પોલીસે તેમના મૂર્તદેહને બુધવારે રાત્રે 7 કલાકે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે