સાબરકાંઠા જિલ્લાના અનેક તાલુકામાં નવરાત્રી અને દશેરાના તહેવાર બાદ ફરી એકવાર મેઘરાજાનું આગમન થયું છે. ત્યારે ખેડબ્રહ્મામાં ગતરાત્રીના અંદાજીત 10 વાગ્યા ની આસપાસ અચાનક જ વાતાવરણમાં પલટો આવતા વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ત્યારે જિલ્લા માહિતી ખાતા દ્વારા મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ખેડબ્રહ્મામાં 27 મીમી એટલે કે એક ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો.