શનિવારના 12:30 વાગ્યાની આસપાસ બનેલી ઘટના મુજબ વલસાડ રેલવે સ્ટેશન ઉપર એક મહિલા ટ્રેન આવતા ચાલુ ટ્રેનમાં ચઢવા જતા તેનો પગ લપસી ગયો હતો અને તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બની હતી. ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 ને જાણ કરી હતી. 108 મારફતે તેને સારવાર હેઠળ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.