શહેરા તાલુકાના ધરોલાખુર્દ ગામે પ્રધાનમંત્રી આવાસ મંજૂર કરાવી આપવાના નામે રૂપિયા લઈ છેતરપિંડી કરનારા વીસીઇ સહિત ૩ શખ્સો સામે તાલુકા વિકાસ અધિકારીએ ફરીયાદ નોંધાવી.આવાસના સર્વે દરમિયાન ગામના ૭૬ લાભાર્થીઓ પાસેથી લાભાર્થી દીઠ ૧ હજાર લીધા બાદ આવાસની યાદીમાં લાભાર્થીઓના નામ ન આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.