આણંદ, વિધાનગર અને ગાંધીનગરમાંથી આવેલી ટીમોએ પોતાના કાર્યક્ષમ મોડેલ બનાવવા ના વિચાર રજૂ કર્યા, જેને નિષ્ણાત સમિતિએ ટેક્નિકલ શક્યતા, બજાર-સામર્થ્ય, સામાજિક પ્રભાવ અને અમલીકરણ સમયરેખા જેવા માપદંડો પરથી મુલ્યાંકન કર્યું અને પરિણામે પાંચ પ્રોજેક્ટ્સને કુલ ₹8.75 લાખની ગ્રાન્ટ મંજૂર કરી.