મહે. આસુતોષ સોસાયટી ખાતે શ્રાધના દિવસોમાં પિતૃઓના મોક્ષર્થે શ્રીમદ ભાગવત પરાયણ મૂળપાઠનું કરાયું આયોજન. જેમાં પાંચમા દિવસે ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ કાર્યક્રમ યોજાયો. જેમાં સુંદર નાના લાલજીને ટોકરીમાં બિરાજમાન કરી ઢોલ નગારા સાથે હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલકીના જયનાદ સાથે ભગવાન કૃષ્ણના જન્મોત્સવ તૅમજ મટકી ફોડવાના જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં નગરની, પરિવારની તૅમજ સોસાયટીના રહીશો એવી સર્વે ધર્મપ્રેમી પ્રજાજનોએ ઉપસ્થિત રહી લાભ લીધેલ હતો.