અમદાવાદમાં વેજલપુરની રામદેવ ચોળાફળી નામની દુકાનમાંથી સમોસાંની ચટણીમાંથી ગરોળી નીકળી હોવા અંગેની ઘટના બની છે. મહિલા સમોસાં લેવા ગઈ હતી અને એની સાથે આપેલી ચટણી ઘરે લાવીને ખોલીને જોતાં એમાંથી ગરોળી નીકળી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફરિયાદ નંબર પર આ મામલે શુંક્રવારે 10.45 કલાકની આસપાસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.