બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ખોડીયાર મંદીર પાસે પનોતા પુત્ર તબલા વાદક ઉસ્તાદ સબ્બીર મીરનું માર્ગનું સંતો મહંતોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.આ પ્રસંગે લિંબડી મોટા મંદિરના મહંત લલિતકિશોરદાસજી મહારાજ,નાગનેશ મોટા મંદિરના મહંત પતિતપાવનદાસજી મહારાજ,ગિરનારીબાપુ અનેક આગેવાનો,રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ,સભ્યો સહિત તેમજ સબ્બીર મીરના પરિવારજનો હાજર રહ્યા હતા સ્વર્ગસ્થ સબ્બીર મીર નામનો માર્ગ જાહેર કરવામાં આવતા પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી.