ભારે વરસાદ અને ઉપરવાસમાં થયેલ પાણીની આવકને પગલે ધરોઇ ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. શુક્રવારે સાંજે 6 વાગ્યે ધરોઇ ડેમના 8 દરવાજા ખોલી પ્રતિ કલાકે 65864 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. જેને પગલે અનોડિયા ચેકડેમમાં સતત પાણીની આવક થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા અને સાબરમતી નદી બેકાંઠે વહેવા લાગી હતી. જે બાદ તંત્ર દ્વારા ડેમ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.