છાપરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના અરુણભાઈએ આજે સાંજે 5:00 વાગ્યાની આસપાસ નિવેદન આપતા જણાવ્યું હતું કે, છાપરા ગામમાં 300થી વધુ નાની મોટી ફેક્ટરીઓ આવેલી છે. અને અહીં અનેક કામદારો નોકરી પર આવે છે. જો સીટી બસ છાપરા ગામ સુધી લંબાવવામાં આવે તો અનેક કામદારોને આર્થિક રીતે ફાયદો થશે.જેને લઈને આજરોજ તેઓ આ મામલે રજૂઆત કરવા માટે મનપા કચેરી ખાતે પહોંચ્યા હતા અને કમિશ્નરશ્રીને આ મામલે યોગ્ય પગલાં લેવા રજૂઆત કરી હતી.