અમદાવાદ ઇન્દોર હાઇવે લસુન્દ્રા પાસે બે ગાડી વચ્ચે અકસ્માત થયો હતો.સતિષભાઈ રમણભાઈ શર્મા રહેવાસી વડોદરા જિલ્લા નાઓ ફાગવેલ દર્શન કરીને આવી રહ્યા હતા ત્યારે અમદાવાદ ઇન્દોર હાઇવે પર લસુન્દ્રા પાસે એક ગાડી ચાલકે ફરિયાદીની ઇકો ગાડીને ટક્કર મારી હતી અને અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા સમગ્ર મામલે કઠલાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.