વાગડ વિસ્તારમાં ચોરીના બનાવો સતત વધી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં ચોરીઓ તેમજ રાપરમાં તાજેતરમાં જ સક્રિય થઈ હોય તે ચડ્ડી ગેંગથી વાગડ વાસીઓમાં ભય સાથે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.ફતેહગઢ સીમમાં ચોરી કરતા શખ્સને રંગેહાથ ઝડપી લઈ પોલીસને હવાલે કર્યો હતો