કરમસદ આણંદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ.કે ગરવાલના જણાવ્યા મુજબ આણંદ શહેરની જાહેર જનતાને જણાવાયુ છે કે, કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ટાવર બજાર અશોક સ્થંભ પાસે કપાસિયા બજાર જય અંબે હિન્દુ હોટલ થી લોટિયા ભાગોળ ભાથીજી મંદિર તરફ જતાં અને દાંડી માર્ગને જોડતો રોડને તોડી નવીન આર.સી.સી.રોડ નું આયોજન કરેલ હોઈ આ રસ્તો તા.૧૧/૦૯/૨૦૨૫ રાત્રે ૧૨:૦૦ કલાક થી તા.૧૦/૧૦/૨૦૨૫ રાત્રે ૧૨:૦૦ કલાક સુધી સંપૂર્ણપણે બંધ રહેશે