સાયલા તાલુકાના ખેડૂતોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ બાબતે સાયલા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને રજૂઆત કરાવામાં આવી હતી. જેમાં ૨૦૨૪ના પાક નુક્સાનની સહાય તાત્કાલિક ધોરણે ચૂકવવું, ખેત વપરાશની વસ્તુઓ પર ટેક્સ મુક્તિ, એમએસપીનો કાયદો, નકલી બિયારણ અને ખાતર પર કાર્યવાહી, જમીન માપણીમાં થયેલી ગેરરીતિ, સહિતના પ્રશ્નો પર કોંગ્રેસ સમિતિ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.