જીયાણા ગામના વિપુલભાઈએ વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આત્મહત્યાનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે. બનાવ અંગે આજે સાંજે 6:30 વાગ્યાની આસપાસ તેમના ભાઈએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, તેમણે ગામના જ ભરત સરસીયા પાસેથી રૂપિયા 30,000 વ્યાજે લીધા હતા. તેના બે લાખ ચૂકવી દીધા બાદ પણ તેણે વધુ 12 લાખ રૂપિયાની માગણી કરતા તેમના ભાઈએ આ પગલું ભર્યું હતું. ત્યારે પોલીસ તંત્ર દ્વારા આ મામલે તેમને ન્યાય અપાવવામાં આવે તેવી માગણી તેઓએ કરી હતી.