બોટાદ જિલ્લા SOG PI,PSI તેમજ SOG પોલીસ સ્ટાફે બાતમીના આધારે ગઢડા તાલુકાના પીપળીયા ગામે પાટી રોડ ઉપર સહકારી મંડળીના બિલ્ડીંગ પાસે પ્રવીણભાઈ રમેશભાઈ સોલંકી નામનો વ્યક્તિ પોતે ડોક્ટર હોવાનો દેખાવ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી દવાખાનું ચલાવતો આ બોગસ ડોક્ટરને ઝડપી લઇ તેની પાસેથી ટિકડીયો,ઇન્જેક્શન,ગ્લુકોઝની મોટી બોટલો સહિત રૂ.6,727 નો મુદ્દામાલ જપ્ત કરી તેના વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.