તા. 03/09/2025, બુધવારે સવારે 11 વાગે ધોળકા ખાતે સરદાર પટેલ હોલમાં ધોળકા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા કક્ષાનું સંમેલન અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ ગોહિલના અધ્યક્ષ સ્થાને મળ્યું હતું. જેમાં જિલ્લા, તાલુકા અને શહેરના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત કરવા હાકલ કરી હતી.