ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે નારી ચોકડી નજીક રહેતો ભરત ઉર્ફે ભરતો ધમાભાઈ વાઘેલા અને વલ્લભ ઉર્ફે ગોબરો સામંતભાઈ પરમાર ને ઝડપી લઇ તેમની પાસેથી કાળા રંગનું લ્યુના ટી.એફ.આર. જેની 10,000/- કબ્જે કર્યું છે.પુછપરછ દરમિયાન આરોપીઓએ તાજેતરમાં કુમુંદવાડી વિસ્તાર અને સંસ્કાર મંડળ પાસે ચોરી કર્યાની કબૂલાત આપી છે.જ્યારે વલ્લભ પર વરતેજ પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં પણ પકડવાનો બાકી છે.