This browser does not support the video element.
માંડલ: હાંસલપુર ચોકડી નજીકથી ચોરીના મોટરસાયકલ સાથે એક આરોપીને હાંસલપુર પોલીસે ઝડપ્યો
Mandal, Ahmedabad | Jun 5, 2025
હાંસલપુર ગામે ઠાકોરવાસ માં વિજયભાઈ હમીરજી ઠાકોરના ઘરના આગળના ભાગેથી મોટર સાયકલની ચોરી થયા અંગે હાંસલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.હાંસલપુર પોલીસે ફરિયાદ નોધી કાર્યવાહી હાથ ધરી હતી.હાંસલપુર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ ને ખાનગી રાહે બાતમી મળેલ મળેલ બાતમી આધારે ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે શૈલેષજી ચીનાજી ઠાકોર નામના શખ્સને હાંસલપુર પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.