રાજ્યનું દરેક બાળ તંદુરસ્ત રહે તે માટે સરકાર હંમેશા ચિંતિત રહી છે. જેમાં "રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ" હેઠળ ડૉક્ટરો દ્વારા ઘેર-ઘેર જઈને દરેક બાળકની આરોગ્યની તપાસ હાથ ધરવામાં આવે છે. બાળકોની ચિંતામાં રાજ્ય સરકાર રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના માધ્યમથી હરહંમેશ સહભાગી બની પરિવારજનોની મુશ્કેલીઓ દૂર કેમ થાય, તે માટે સતત પ્રયત્નશીલ રહી છે. આ કાર્યક્રમના પરિણામે અનેક નાદુરસ્ત બાળકોને નવજીવન મળ્યું છે, અનેક ઘરોમાં તેમના લાડકવાયા બાળકોનો ખિલખિલ