ભારે વરસાદના કારણે ગાંધીધામ શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ગાંધી માર્કેટ, ચાવલા ચોક, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન જેવા મુખ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. જેના કારણે રાહદારીઓ, વાહનચાલકો અને સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે અનુસંધાને નવનિયુક્ત કમિશનર મનીષ ગુરવાણીએ આજરોજ સવારના 11:00 વાગે સમીક્ષાનો તાગ મેળવી અને રાહદારીઓની મુલાકાત લીધી હતી.