મોરબી મહાપાલિકા દ્વારા શહેરના રહેવાસીઓને શુદ્ધ અને સલામત પીવાનું પાણી પૂરું પાડવાના ઉદ્દેશથી એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જાન્યુઆરી ૨૦૨૫ માં ગુજરાત સરકાર દ્વારા નગરપાલિકામાંથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અપગ્રેડ થયેલા મોરબીમાં હવે પીવાના પાણી માટે ક્લોરીન સ્ક્રબર સિસ્ટમ નાખવાના કામને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. આ સિસ્ટમ અમલમાં આવ્યા બાદ મોરબીના દરેક ઘર સુધી ક્લોરીનયુક્ત શુદ્ધ પાણી પહોંચશે.