આણંદના સામરખા ગામે તળાવ પાસેથી પસાર થતાં પશુ ભરેલો ટેમ્પો તળાવમાં ખાબક્યો હતો સામરખા ગામના તળાવ પાસેથી પશુ ભરેલા ટેમ્પા ચાલક દ્વારા ડ્રાઇવિંગ ઉપર કાબુ ગુમાવતા પશુ ભરેલો ટેમ્પો તળાવમાં ખાબક્યો હતો આ સમયે આજુબાજુ માંથી ગામના લોકો આવી જતા પશુઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી બપોરે 1:00 વાગ્યા સુધી મળતી માહિતી અનુસાર આ પશુ ભરેલા ટેમ્પામાંથી પશુઓના મોત થવાના કોઈ સમાચાર નથી