ભાવનગરમાં નિલમબાગ સર્કલ વિસ્તારમાં રીપેરીંગ દરમિયાન લાઇન સમારકામ હાથ ધરાયું.ભાવનગર શહેરના નીલમબાગ સર્કલ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલા રિપેરિંગ કામકાજ દરમિયાન પાણીની મુખ્ય લાઈન અચાનક તૂટી ગઈ હતી. જેના કારણે મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થયો હતો. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પાણી પુરવઠો બંધ કરીને સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. આ ઘટનાને લીધે સ્થાનિકોને પણ થોડા સમય માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.