16 ઓગસ્ટ ના રોજ ડીંડોલી માંથી અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.ક્રાઈમ બ્રાન્ચે ગુના નો ભેદ ગાડી બિહારના પટનાથી નવીન યાદવની ધરપકડ કરી હતી. જ્યારે તેના પિતરાઈ ભાઈ વિકાસ યાદવને વોન્ટેડ જાહેર કરાયો હતો.સુભાષ લાતે સરદાર માર્કેટમાં આડતીયા તરીકે કામ કરતો હતો.જ્યારે આરોપીઓ તેની સાથે હમાલીનું કામ કરતા હતા. સામાન્ય બોલા ચાલમાં આરોપીઓએ હત્યા કરી નાખી હતી. રોકડા રૂપિયા મોટરસાયકલ અને મોબાઇલની લૂંટ કરી બિહાર ફરાર થઈ ગયા હતા.