બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં રહેતા સમીરભાઈ હુસેનભાઇ જુનેજા પોતે રીક્ષાનું ભાડું લઈ ખરકડી ગયા હતા, જ્યાં દેવગણા રોડ ઉપર આવેલ નદીમાં નાહવા ગયા હતા જ્યાં અચાનક નદીના ઊંડા પાણીમાં ડૂબ્યા હતા, તેને સ્થાનિક લોકો જોઈ જતા રેસ્ક્યુ કરી બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં ફરજ પરના ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા.