આજે બપોરે 12:30 વાગ્યાની આસપાસ 'ABVPજોડો' રેલી યોજાઇ હતી.જે દરમિયાન ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થયું હતું. ત્યારે પોલીસ પણ મૂક પ્રેક્ષક બનીને જોઈ રહી હતી. જેને લઇને નિયમો માત્ર સામાન્ય પ્રજા માટે જ હોય તેવું લાગી રહ્યું હતું. હવે પોલીસ તંત્ર દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું.