સરકાર દ્વારા ફાગવેલને અલગ તાલુકો જાહેર કરવામાં આવ્યો છે. જે બાદ નવો વિવાદ શરૂ થયો છે. આસપાસના તેમજ સ્થાનિક આગેવાનો સરપંચો દ્વારા ફાગવેલની મુખ્ય મથક રાખવામાં આવે એવી માંગ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ફરીથી સીમાંકન કરી ફાગવેલની નજીકમાં આવેલા ગામડાઓને ફાગવેલ તાલુકામાં સમાવેશ કરવામાં આવી તેવી અપીલ કરાઈ છે.