વાલિયા તાલુકાના ધોળગામ ગામની ગેરકાયદેસર દબાણ હટાવી સરકારી જમીનમાં માપણી કરી ટીમલી લગાવવામાં આવી હતી. વાલિયા તાલુકાના ધોળગામ ગામની સર્વે નંબર-920 અને 921ની હદમાં ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર રીતે ઉભું કરાયેલ દબાણ દૂર કરી ગતરોજ સવારથી સાંજ સુધી સિટી સર્વેના સર્વેયરની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગામના સરપંચ રજની વસાવા,તલાટી હેતલ ડોઢિયા અને આગેવાનોની ઉપસ્થિતિમાં ગેરકાયદેસર દબાણ હટાવી સરકારી જમીનમાં માપણી કરી ટીમલી લગાવવામાં આવી હતી.