અતિભારે વરસાદમાં સુઈગામ પંથકમાં ઘરમાં પાણી ભરાઈ જતા જીરાનો પાક પલળી ગયો હતો જે બાદ ખેડૂત દ્વારા તેને રોડ પર તડકામાં રાખીને સુકવવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં આજે શુક્રવારે સાંજે 7:30 કલાકે વાયરલ થયા છે. ખેડૂત જીરાના પાકને સુકવવા માટેની મથામણ કરતો વીડિયોમાં જોવા મળે છે.