મહાનગરપાલિકાની મળેલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક અંગે આજે બપોરે 1:30 વાગ્યાની આસપાસ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જયમીન ઠાકરે જણાવ્યું હતું કે,આ બેઠકમાં કુલ 53 દરખાસ્તો મુકવામાં આવી હતી. જેમાંથી, 4 દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી છે. આ ઉપરાંત a બેઠકમાં કુલ 63 કરોડના 18 વોર્ડના વિકાસ કાર્યોને આ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે.