ઉમરેઠ તાલુકાના ભાટપુરા પાસે આવેલી મહી કેનાલના બારા પાસે અજાણી વ્યક્તિનો મૃતદેહ તરતો દેખાયો હતો. ઉમરેઠ પોલીસ તથા ફાયર ફાઈટર તરવૈયાઓ સાથેની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી મહી કેનાલમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.ઉમરેઠ પોલીસ દ્વારા મૃતદેહ નો કબજો લઈ પીએમ માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો.