લાયજા ગામે એક વિચિત્ર ઘટના બની હતી. બહુમાળી ભવન ધરાવતા સંકુલમાં પ્રથમ માળે ગેલેરીમાં કપડાં સૂકવતી વખતે કાશ્મીરાબેન નામની મહિલા અચાનક નીચે પડી ગયા હતા. સંકુલની કમ્પાઉન્ડ વોલ પર લાગેલી લોખંડની રેલિંગ પર પટકાતા રેલિંગ હાથની આરપાર ઘૂસી ગઈ હતી. તબીબે તાત્કાલીક ઘટનાસ્થળ પર પહોંચી રેલિંગમાંથી હાથને બહાર કાઢ્યો હતો. લોહીલુહાણ થઈ ગયેલા મહિલાને હાથમાં 20 ટાંકા લેવા પડ્યા હતા. માહિતી બપોરે ૧ કલાકે પ્રાપ્ત થયેલ છે.