અમરેલી એલસીબી ટીમ દ્વારા જિલ્લામાં ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવવા માટે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સતત કામગીરી કરવામાં આવી હતી ત્યારે તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન માંડવડા ગામ ખાતેથી એક શખ્સ પાસેથી લાયસન્સ વગરની દેશી હાથ બનાવટની બંદૂક મળી આવી હતી.પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.