રાજકોટ ભાવનગર હાઈવે પર પડેલા મસમોટા ખાડાને લઈને આજે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિસ્તારના ધારાસભ્ય ભાનુબેન બાબરીયા અને સંસદ સભ્ય પરસોત્તમ રૂપાલાનું રાજીનામું માંગતા પોસ્ટર ખાડામાં ખોડવામાં આવ્યા હતા. જેમાં લખવામાં આવ્યું હતું કે પ્રજાની નથી દરકાર, આવી છે તમારી સરકાર; રાજીનામું આપો. બાદમાં નીચે હું છું ભાજપ, હું છું વિકાસ પણ લખવામાં આવેલું છે.