હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત અને પૂર્વ કચ્છમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. રાપર શહેર સહિત તાલુકામાં અનેક ગામોમાં બપોર બાદ વરસાદી માહોલ સર્જાયો હતો..ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.રાપર તાલુકામાં રાતે 8 વાગ્યા સુધી ૪૩, mm વરસાદ નોંધાયો હતો ખડીર દ્વીપ સમૂહમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો હતો.