શહેરા તાલુકાના ભુરખલ ગામે આવેલ દુધેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં શ્રાવણ માસની અમાસે ભુરખલ સહયોગ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને નાગલધામ અમદાવાદ ગૃપના સભ્ય કૃપાલસિંહ પરમાર દ્વારા હોમાત્મક લઘુરૂદ્રના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં કૃપાલસિંહ પરમાર અને તેમના પરિવાર સહિત ગામલોકોએ પણ મહાદેવની પૂજા અર્ચના કરી શિવજીના આશીર્વાદ મેળવ્યા હતા અને ભક્તો ધન્યતા અનુભવી હતી.