ગોધરા તાલુકાના ઉજડિયાના મુવાડા ગામમાં રસ્તાઓ પર જમા થયેલા કાદવ-કીચડથી ગ્રામજનો અને વિદ્યાર્થીઓ પરેશાન હતા. ગ્રામ પંચાયતને વારંવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતા ગામના યુવાન ગોપાલભાઈ ભરવાડે પોતાના ખર્ચે રસ્તો સાફ કરવાનો બીડો લીધો. ગામના અન્ય યુવાનો પણ સાથે જોડાયા અને ટ્રેકટરની મદદથી કાદવ-કીચડ દૂર કર્યો. આવનારા શ્રીગણેશ વિસર્જન કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને અગવડ ન થાય અને શોભાયાત્રા સુચારુરૂપે યોજાય તે માટે યુવાનોની આ પહેલ પ્રશંસનીય બની છે.